Posts

માતા પિતા સાથે આંખ મિલાવીને કોણ જોઈ શકે?

Image
માતા પિતા સાથે આંખ મિલાવીને જોવું એ બધા સંતાનની ઔકાતની વાત નથી હોતી. મારી તો બિલકુલ તાકાત નથી કે હું, મમ્મી કે પપ્પા સાથે આંખ મિલાવી શકું. આંખ મિલાવીને એવા જ સંતાન વાત કરી શકે કે, જેણે માતા-પિતાએ વેઠેલા દુ:ખ જેટલું દુ:ખ વેઠ્યું હોય! એ જ કરી શકે જેણે માતા-પિતા જેટલો ત્યાગ અને સહન શક્તિ રાખી હોય! એ જ કરી શકે જેણે એટલી આકરી મહેનત કરી હોય! હજુ ઘણું બધું..... જો હું આંખ ન મિલાવી શકું તો શું? વંદન તો કરી જ શકું. કદાચ મારા કોઈ કર્મોથી જાણતાં અજાણતા એની ઈજ્જત પર દાગ લાગે તો શું? હા, એ વાત સાવ સાચી કે એ દાગને હું સાફ નથી કરી શકવાનો, પણ હાં.. મારા કર્મો કંઈક એ હદે સુધારું કે એની ઈજ્જતમાં વધારો થાય. હર-હંમેશ એની સાથે રહી ન શકું તો શું? તો બને એટલું એનું કામ હળવું થાય એવી વ્યવસ્થા તો કરી શકું. હજુ ઘણું બધું..... કોઈ સંતાનને પોતાના મા-બાપની કેટલી કદર છે એનું પ્રમાણ કેટલું?? કેટલો સમય સાથે રહે છે તે?? દુર હોય તો દિવસમાં કેટલી વખત ફોન કરે તે?? એને જે વસ્તુ જોઈએ એ તાત્કાલિક હાજર કરે તે? એની પસંદની છોકરી/છોકરા સાથે લગ્ન કરે તે? એને જરૂર હોય ત્યારે સાત આસમાન દુરથી પણ એની સાથે રહે તે? અરે.. આ...

રાણીની રાણી રાણીને ખવડાવું, હું તો સખી તને પાણીપુરી ખવડાવું

Image
ગોળમટોળ ને આખી, આજ તને પાણીપુરી ખવડાવું, સબરીની જેમ ચાખી, આજ તને પાણીપુરી ખવડાવું. ખોટી રક-જક નહીં, દસની કે વીસની, પછી થવી હોય એ થાય હાલત ડીસની, ન જોવી તારી પાખી, આજ તને પાણીપુરી ખવડાવું, ગોળમટોળ ને આખી, આજ તને પાણીપુરી ખવડાવું. આમ તો તને ગણાતી રાણી ને પટરાણી, પણ આ પાણીપુરી તારી પણ મહારાણી, ૧ થી ૬ ગોખી ગોખી, આજ તને પાણીપુરી ખવડાવું, ગોળમટોળ ને આખી, આજ તને પાણીપુરી ખવડાવું. 'ભૈયા થોડા તીખા કમ' બોલીને કેવી મલકાતી, ને પછી હોઠમાંથી નાની અમથી નદી છલકાતી, ભલે તું હોય બોખી, આજ તને પાણીપુરી ખવડાવું, ગોળમટોળ ને આખી, આજ તને પાણીપુરી ખવડાવું ગોળમટોળ ને આખી, આજ તને પાણીપુરી ખવડાવું, સબરીની જેમ ચાખી, આજ તને પાણીપુરી ખવડાવું. અલ્પેશ કારેણા

કંઈકને રાજામાથી રંક અને રંકમાથી રાજા બનાવી દે છે તમારો એક મત

Image
દેશ આખામાં ચૂંટણીનો અને લોકસભાનો માહોલ જામી ચૂક્યો છે. ત્યારે મતદાન કરવુ એ આપણી ફરજ છે. અને આમ પણ જો આપણી આંગળી મતદાન માટે ઉઠતી નથી તો પછી આપણે દેશ પ્રત્યે પણ આંગળી ઉઠાવવાનો કોઈ સવાલ નથી. એટલા માટે એક મતનું મહત્વ આપણે જાણવું જોઈએ. કંઈક લોકોને રંકમાથી રાજા અને કંઈકને રાજામાથી રંક બનાવી દે છે તમારો એક મત વાજપેયીની સરકાર પડી ગઈ હતી 1999માં જયલલિતાના નેતૃત્ત્વ હેઠળ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કષગમ (એઆઈએડીએમકે)એ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 13 મહિનાની સરકાર તરફથી ટેકો પાછો ખેંચી લીધો હતો. વાજપેયીએ સંસદમાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવમાં 269 મતો અને વિરોધ પક્ષમાં 270 મત પડ્યાં અને આ રીતે વાજપેયી સરકાર 1 મતથી પડી ગઈ હતી. જો માતા અને પત્નીએ મત આપ્યો હોત તો જોશી મુખ્ય પ્રધાન હતા રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી 2008માં કોંગ્રેસના પીઢ નેતા સી.પી. જોશી મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે 96 બેઠકો જીતી હતી પરંતુ જોશી માત્ર 1 મતથી ચૂંટણી હર્યા હતા. જોશીને 62 હજાર 215 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ ભાજપના કલ્યાણ સિંહને 62 હજાર 216 મત...

ગૌરવ ગુજરાતનું, ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાને વિશ્વ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કરાયા સન્માનિત

Image
ગુજરાતી ફિલ્મ અને નાટ્યજગતનું મશહૂર નામ એટલે ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરીયા. સિદ્ધાર્થ રાંદેરીયા એ અનેક નાટકોમાં અને ફિલ્મોમાં કામ કરી વિશ્વભરમાં સિદ્ધિ મેળવી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરીયાને વિશ્વ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ત્યારે સિદ્ધાર્થ રાંદેરીયાએ જી.એસ ટી.વી સાથે ખાસ વાત ચિત કરી હતી. જ્યારે એક ગુજરાતી સમગ્ર વિશ્વમાં નામના મેળવી આવે ત્યારે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છે. હંમેશા જ્યારે આપણે ગુજ્જુભાઈના નાટકો જોઈએ એટલે પહેલા નામ આવે ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરીયાનું. અને આજે આ ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરીયા એ વિશ્વમાં નામના મેળવી છે. સિદ્ધાર્થ રાંદેરીયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. સિદ્ધાર્થ રાંદેરીયા એક ગુજરાતી ફિલ્મ અને નાટય અભિનેતા છે. તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે.તેઓ ગુજરાતી ભાષાના રમૂજી નાટક...

બિમારીથી છુટવા માટે લોકો જેટલી અજીબ હરકતો કરે એટલી ઓછી છે

Image
ભગવાન દવાખાનું કોઈને ન આપતો એવું કહેતા તમે સૌ કોઈને સાંભળ્યાં હશે. કારણ કે દરેક લોકોને એ પીડા અને એ પરિસ્થિતિ સારી રીતે ખબર છે. માટે જ લોકો રોગ મટાડવા માટે ગમે તે કરવા માટે રેડી થઈ જતા હોય છે.  તો એવી જ અમુક વાતો કે જેમાં તમને જોવા મળશે કે લોકો બિમારી મટાડવા માટે કેવા અજીબો ગરીબ પ્રયોગો કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. લીમા હોટેલમાં પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ડોલ્ફીલ થેરાપી ખુબ જાણીતી છે. આ થેરાપીમાં ડોલ્ફી ગર્ભવતી મહિલાઓના બેબી બમ્પ પર ડોલ્ફીનની કીસ કરાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ડોલ્ફીનમાં હાઇ ફ્રિક્વન્સી સાઉન્ડ હોય છે. જેના કારણે ગર્ભમાં રહેલા બાળકની મગતશક્તિ વધે છે. જાપાનના ટોક્યોમાં સુંદરતા વધારવા માટે મહિલાઓ મોઢા પર ગોકળગાય દ્વારા મસાજ કરાવે છે. ટોક્યોમાં મોટાભાગની બ્યૂટી સલૂનમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલે છે. આ સલૂન ચલાવતા લોકોનું કહેવું છે કે આ પ્રકારના મસાજથી મોઢા પર રહેલા ડાઘ અને ખીલ દૂર થાય છે. ગારા રુફા ઓક્ટુસસ જે ડોક્ટર ફિસ તરીકે ઓળખાય છે. કંગાલમાં આવતા ટૂરિસ્ટો એકવાર તો આ ટ્રીટમેન્ટનો લાભ જરૂર ઉઠાવે છે. આ ટ્રીટમેન્ટમાં હોટો વોટર સ્પા...

આપણે માત્ર ચણ નાખીએ એ કબુતર 9.71 કરોડમાં વેંચાઈ પણ ખરૂ..

Image
સૌથી પહેલા તો બધાને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેષ્છાઓ. તમારા પરિવાર અને જીવનમાં ખુશીઓ પથરાઈ એવી ભગવાનને પ્રાર્થનાં. દુનિયામાં દરરોજ અનોખી ઘટનાઓ થતી જોવા મળે છે કે જે ખૂબ આશ્ચયજનક હોય છે. આપણે ત્યાં કબુતરને ચણ નાખવામાં આવે છે. એક ભોળા પક્ષી તરીકે જેની છાપ છે એવા કબુતરની એક અનોખી ઘટનાં સાંભળો. એક કબૂતરને 1.25 કરોડના યૂરો એટલે કે લગભગ 9.71 કરોડ રુપિયામાં નીલામ કરવામાં આવ્યું છે.  નીલામી હાઉસ પીપાએ અર્માન્ડો નામના એક કબૂતરને શ્રેષ્ઠ બેલ્જિયનું કબૂતર ગણાવ્યું છે. સાથે જ કબૂતરને કબૂતરોનું લૂઇસ હેમિલ્ટન કહેવામાં આવી રહ્યું છે. આ નીલામી પહેલા સૌથી મોંઘુ કબૂતર 3.76 લાખ યૂરો 2.92 કરોડમાં વેચવામાં આવ્યું હતું. આ રેકોર્ડ ત્યારે તૂટ્યો જ્યારે અર્માન્ડોને હરાજી માટે ઉતાર્યુ. આ કબૂતર પાંચ વર્ષનું છે. પીપાના સીઈઓ નિકોલાસ ગેઈસેલ બ્રેખ્તને ખબર ન હતી કે કબૂતરની આટલી કિંમત મળશે. અને એને એ પણ ખાતરી ન હતી કે આ કબુતર વેંચાઈ જશે. તે કહે છે કે આ બધુ થશે એવો મને કોઈ વિશ્વાસ ન હતો. મે તો સ્વપ્નમાં પણ એટલા ભાવ વિશે નહોતું વિચાર્યું. ગેઈસેલ બ્રેખ્તે જણાવ્યું હતું ચીનના બે ખરીદદારોએ હરાજ...

છોકરીનાં હાથમાં રંગ જોઈને બધા ઘેલા ઘેલા થયાં પણ અફસોસ કે....

Image
એક રૂપાળી છોકરી લઈને આવી હાથમાં રંગ લાલ, "મને ઉડાડ, નાં મને ઉડાડ" છોકરામાં થઈ બબાલ. બધા છોકરાની આંખ બસ ટગર ટગર છોકરીને જુવે, મોઢા પર હાંસ્ય અને દરેકે દિલમાં મચી છે ધમાલ. છોકરી તો આંખ ફેરવી ફેરવીને બધાને લલચાવે, ભોળો છોકરો એમ સમજે કે આતો બાપુનો કમાલ. સામેથી કોઈ ન જાય બસ મનમાં સૌ કોઈ મુંજાય, બધાએ સપને વિચાર્યું કે મે જ રંગ્યો છોકરીનો ગાલ. છોકરા સમીપે આવી રંગ ઉડાડી હળવેથી છોરી બોલી, બધા જવતલ હોમવા આવજો મારા લગન છે કાલ. -અલ્પેશ કારેણા